અમરેલી જિલ્લામાં આગામી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી યોજાવાની હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. આ ઉજવણી અંતર્ગત ધ્વજવંદન, એટ-હોમ સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળો નક્કી કરી તેમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. ધ્વજવંદન તેમજ ૧૪ ઓગસ્ટે યોજાનારા એટ-હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ અને ડાયસ પ્લાન તૈયાર કરીને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોનું સન્માન કરવામાં આવશે, જેના માટે પોલીસ વેરિફિકેશન બાદ યાદી તૈયાર કરવામાં આવશે. ઉપરાંત સન્માનપત્રનો નમૂનો, મુખ્યમંત્રીના હસ્તે થનારા લોકાર્પણ અને ભૂમિપૂજનના સૂચિત વિકાસકાર્યોની યાદી, અંદાજિત ખર્ચ, ઉચ્ચ અધિકારીઓના આવાસની વ્યવસ્થા, કાર્યક્રમના સંચાલન માટે એનાઉન્સરો તથા શૌર્યગીતો અને રાષ્ટ્રગાન માટે કલાકારોની ટીમ પણ નક્કી કરવામાં આવશે.સમગ્ર રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન જિલ્લાના પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવશે અને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા બાદ ફાઈનલ થશે કાર્યક્રમધ્વજવંદન કાર્યક્રમ માટે ૧૧, ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન તબક્કાવાર રિહર્સલ યોજાશે. પ્રથમ રિહર્સલ કલેક્ટરની ઉપસ્થિતિમાં, બીજી રિહર્સલ રેન્જ આઈજીપીની ઉપસ્થિતિમાં અને ૧૩ ઓગસ્ટે પ્રભારી સચિવની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ અંતિમ રિહર્સલ યોજાશે.








































