વડીયા મામલતદાર કચેરીમાં પ્રામાણિકતાનો સરાહનીય બનાવ સામે આવ્યો છે. મુકેશભાઈ જોટંગીયા હયાતીની ખરાઈના કામ માટે કચેરીએ આવ્યા હતા. કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓ ઉતાવળમાં પોતાનો મોબાઈલ ફોન કચેરીમાં જ ભૂલી ગયા હતા. બાદમાં આઉટસોર્સ કર્મચારી રાજેશભાઈ ચુડાસમાની નજર ફોન પર પડતા તેમણે તરત જ અરજદારનો સંપર્ક કરી કચેરીએ બોલાવ્યા હતા. ત્યારબાદ મોબાઈલ સુરક્ષિત રીતે પરત સોંપતા અરજદારે આભાર વ્યક્ત કર્યો હતો.








































