અમરેલી જિલ્લામાં ચાર લોકો પાસેથી ૫૯ લિટર દેશી દારૂ પકડાયો હતો. સાવરકુંડલામાં બે મહિલા પાસેથી ૨૭ લિટર દેશી દારૂ મળ્યો હતો.વડીયા ગામે કબ્રસ્તાન પાસેથી ૧૫ લિટર અને વડીયા ચારણીયા રોડ સુરવો નદી કાંઠેથી ૧૭ લિટર દેશી દારૂ પકડાયો હતો. ચાંચ ગામના ગેટ પાસે, રાજુલા પાણીના ટાંકા પાસે, ટીંબી ગામે આંગણવાડી પાસે, અમરેલીમાં બી.કે.ટાંકના ડેલા પાછળ તથા લાઠી પોલીસ સ્ટેશન પાસેથી એક-એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો મળી આવ્યો હતો.