ગુજરાતના મહેસાણા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની સંસદીય કામગીરીને રાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ફેમ ઈન્ડિયા–એશિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘શ્રેષ્ઠ સાંસદ ૨૦૨૬’ના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં મયંકભાઈ નાયક દેશના ટોચના ૫ શ્રેષ્ઠ સાંસદોની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.આ સર્વેક્ષણ માટે સંસદમાં હાજરી, વિવિધ લોકઉપયોગી પ્રશ્નોની રજૂઆત, સક્રિયતા અને નેતૃત્વ જેવા મહત્વના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે આ પ્રકારના સર્વેક્ષણમાં રાજ્યસભાના સભ્યોને પણ આવરી લેવામાં આવ્યા હોય, અને આ પ્રતિષ્ઠિત યાદીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મયંકભાઈ નાયકે પોતાનું સ્થાન અંકિત કર્યું છે.સંસદમાં ગુજરાતના હિતોને મજબૂતાઈથી રજૂ કરવા અને લોકપ્રશ્નો ઉકેલવામાં તેમની સક્રિય ભૂમિકાને કારણે તેમને આ રાષ્ટÙીય સન્માન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ બદલ મહેસાણા તેમજ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.