બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વાવ-થરાદને જોડતા ભાભર-દિયોદર હાઇવે પર ખારા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અકસ્માતની ગંભીરતાને કારણે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાભર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અને
અકસ્માતની સંપૂર્ણ વિગતો મેળવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.
અકસ્માતની માહિતી મળતા જ ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દૃષ્ટિએ બંને વાહનો વચ્ચે સામસામી ટક્કર થતાં અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પુર્વવત કર્યો હતો.