લેઉવા પટેલ સમાજના મોભી નરેશભાઈ પટેલના જન્મદિન પ્રસંગે ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા લેવા પટેલ સાંસ્કૃતિક ભુવન ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૨૫થી વધુ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાનની સાથે-સાથે તમામ નગરજનો માટે ડાયાબિટીસ અને હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદોને હિમોગ્લોબિનની દવાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યમાં ધોરાજી શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સમગ્ર કેમ્પને સફળ બનાવ્યો હતો.









































