કૃષિ દેશની અર્થવ્યવસ્થામાં અંદાજે ૧૭% જેટલું જીડીપીમાં યોગદાન અને અંદાજે ૬૦% વસ્તીને રોજગાર પ્રદાન કરે છે હાલમાં, દેશની કુલ જમીનનો આસરે ૬૦% ઉપયોગ પાક ઉત્પાદન માટે થાય છે. કૃષિ, જોડે સૌથી ઓછી યાંત્રિકીકરણ હોવા છતાં કૃષિના વિકાસ અને વ્યવસાયિકરણ માટે વેગ મળ્યો છે.વૈશ્વિક કૃષિનો મુખ્ય પડકાર વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવાનો છે , જે આજે સાત અબજથી વધીને વર્ષ ૨૦૫૦ની આસપાસ અંદાજે નવ અબજ થવાની આગાહી કરવામાં આવે છે. આજે ભારત વિશ્વભરમાં તેજીથી બઢતી અર્થવ્યવસ્થા થઇ રહી છે. આ અર્થવવસ્થાની ગતિને કૃષિ છેત્રે ટકાવી રાખવામાં પ્રિસિઝન ર્ફામિંગની ખુબજ જરુરીયાત છે. આજે
કૃષિ ક્ષેત્રે વિકાસ માટે સારું ઉત્પાદન સાથે સમયસર ટકાવી રાખવામાં પ્રિસિઝન ર્ફામિંગનો ખુબજ મ¥વપુણ યોગદાન આપી શકે છે. જેમાં આવનાર સમયમાં બદલાવ વાતાવરણ અને જળવાયું પરિવર્તનમાં ડ્રોન જેવી તકનીકનો ઉપયોગથી કૃષિમાં આગામી હરિયાળી ક્રાંતિને પ્રહોત્સાહન આપવામાં મદદ કરશે.
ટેકનોલોજી ખેડૂતોને પાક ઉત્પાદન અને સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે. પ્રિસિઝન ર્ફામિંગ પણ નવા યુગની ખેતી માટે એક એવી જ પધ્ધતિ છે. ખેડૂતોના ઉત્પાદન અને આવક વધારવા માટે નવી પ્રકારની ખેતી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. આને પ્રિસિઝન ર્ફામિંગ (ઁિીષ્ઠૈર્જૈહ કટ્ઠદ્બિૈહખ્ત) કહેવાય છે. આજે અમે તમને આ ખેતી વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ મળી રહી છે.
પ્રિસિઝન ર્ફામિંગ શું છે?
સૌ પ્રથમ, ચાલો જાણીએ કે પ્રિસિઝન ર્ફામિંગ શું છે. આ પછી જાણીશું કે આ નવા જમાનાની ખેતીમાં શું કરવાનું છે અને પડકારો શું છે. પ્રિસિઝન ર્ફામિંગ એ એક પ્રકારની ખેતી મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેમાં ખેતીના દરેક સ્તરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને ખેતીની જમીન વિશે યોગ્ય સમજ અને તે મુજબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેત પધ્ધતિમાં ટેક્નોલોજીની મદદથી ખેડૂતો ખેતી અંગે યોગ્ય નિર્ણયો લઈ શકે છે, તેમને નસીબના સહારે બેસવું નથી પડતું.
પ્રિસિઝન ર્ફામિંગના મુખ્ય ઉદેશ્ય શું છે
• ઉચ્ચ ગુણવતા અને સારું ઉત્પાદન મેળવું
• જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી
• ખેતીમાં ઉપયોગ વિભિન્ન પરિબળોનું સુનિશ્ચિત વ્યવસ્થાપન
• જરૂરિયાત મુજબ રાસાણિક ખાતર, દવાનો ઉપયોગ
• વાવેતર વિસ્તારમાં સંપૂણ માહિતી જીપીએસ સાથે જોડવા માટે દા. ત. જમીન માપણી
• શ્રમ અને સામ્રગી ખર્ચમાં ખટાડો થાય છે
પ્રિસિઝન ર્ફામિંગ માં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી:
• ગ્લોબલ પોઝિશન સિસ્ટમ (ક્રમશઃ)