અમરેલી જિલ્લાના જંગર મુકામે પ્રવાસ દરમિયાન ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કાળુભાઈ વસાણીના ખેતરમાં થોડો વિરામ લીધો હતો. આ દરમિયાન તેમણે જમીન પર બેસીને ખેડૂત પરિવાર અને ગ્રામજનો સાથે ચાની ચૂસકી માણી હતી. કોઈપણ પ્રકારની ઔપચારિકતા વગર સામાન્ય વ્યક્તિની જેમ વાડીમાં બેસીને તેમણે સૌ સાથે આત્મીય વાતચીત કરી હતી.કૌશિકભાઈ વેકરીયાએ ખેડૂત મિત્રો સાથે વિવિધ મુદ્દાઓ પર અનૌપચારિક ચર્ચા કરી હતી. તેમના સરળ અને લોકસહજ સ્વભાવથી ઉપસ્થિત લોકો પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને ખેડૂત મિત્રો પણ હાજર રહ્યા હતા. રાજ્યમંત્રીના આ સાદગીભર્યા વ્યવહારે ગ્રામ્ય જીવન સાથેના તેમના જોડાણની ઝાંખી કરાવી હતી.








































