અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ બી. કુંજડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જિલ્લામાં અતિભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા રજૂઆત કરી છે. છેલ્લા ત્રણ દિવસથી પડેલા અતિશય વરસાદના કારણે જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ખેડૂતોના મોંઘા બિયારણ, ખાતર નિષ્ફળ ગયા છે અને જમીન તેમજ બંધ પાળાનું મોટા પાયે ધોવાણ થયું છે, ખાસ કરીને ધારી તાલુકામાં ભારે નુકસાની થઈ છે.તેમણે મુખ્યમંત્રીને રોડ-રસ્તા, ચેકડેમોનું રિપેરિંગ કરવા અને ખેતીવાડી વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા ભલામણ કરી છે.








































