રાજકોટ ખાતે ૪ જુલાઈના રોજ મિશન સંજીવ ખેતી અંતર્ગત ખેડૂતોને બાયોલોજીક ખેતી અંગે માહિતગાર કરવા માટે “માય ફિશફા ફેક્ટરી”ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમઓ પ્રયાગરાજ સોરઠીયાએ ખેડૂતોને બાયોલોજીક ઉત્પાદનો કેવી રીતે કાર્ય કરે છે અને તેના ઉપયોગથી ખેતીમાં થતા લાભ અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં ખેડૂત આગેવાન સંદીપ ધાનાણી સહિત જયંતીભાઈ વઘાસિયા, ભુપતભાઈ સાવલિયા, મધુભાઈ વઘાસિયા અને અન્ય ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ, જૈવિક ઉત્પાદનોના ઉપયોગ અને પાકની ગુણવત્તા વધારવા અંગે ઉપયોગી માર્ગદર્શન મળતાં ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.