અમરેલીની એસ. એચ. ગજેરા MBA મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નું સેમેસ્ટર-IV નું પરિણામ જાહેર થયું છે. કોલેજે ૯૭% કુલ પરિણામ અને ૧૦૦% ડિસ્ટીંક્શન સાથે યુનિવર્સિટી ટોપટેનમાં નવમું સ્થાન મેળવ્યું છે.આ પરિણામમાં કોલેજની વિદ્યાર્થીની પરમાર ક્રિષ્ના જે. એ ૧૦.૦૦ SPI સાથે GTU યુનિવર્સિટીમાં સાતમું સ્થાન મેળવ્યું છે. જ્યારે કોલેજ રેન્કર્સમાં ૧૦.૦૦ SPI સાથે ડાંગરીયા જેનીષા ડી. બીજા ક્રમે અને ગોહિલ ભક્તિ એન. ત્રીજા ક્રમે આવ્યા છે. આ શાનદાર અને ભવ્ય સફળતા બદલ કોલેજ પ્રશાસન દ્વારા તમામ સ્ટાફ, વિદ્યાર્થીનીઓ અને રેન્કર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.







































