બાબરાના ખાખરીયા ગામની સીમમાં પવનચક્કીના વીજપોલને ટેકો દેવા જતાં કરંટ લાગવાથી એક પરપ્રાંતીય આધેડનું મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના ગારધા ગામના અને હાલ બાબરામાં રહેતા મહેતાબભાઈ રાવજીભાઈ ડુડવે (ઉ.વ. ૨૦)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, તેમના પિતા રાવજીભાઈ ઉર્ફે રાજુભાઈ હરસિંહભાઈ ડુડવે (ઉ.વ. ૬૦) લઘુશંકા કરવા માટે રોડની નીચે ખાળિયામાં ગયા હતા. ત્યાં આવેલી પવનચક્કીના વીજપોલનો હાથથી ટેકો લેવા જતાં તેમને જોરદાર વીજશોક લાગ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી. પી. ડેર આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.