અધારી ખાતે આવેલા મન મંદિર શૈક્ષણિક સંકુલમાં વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં બાલમંદિરથી લઈને ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પૌરાણિક, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણલક્ષી વિષયો પર આધારિત વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. ભગવાન રામ, લક્ષ્મણ, સીતાજી, પાર્વતીજી, ભગવાન શિવ, ગોવાળ, ભરવાડ, શિક્ષક, ખેડૂત અને પરી ઉપરાંત કેરી, અનાનસ, સફરજન, સેવ વોટર, ટ્રાફિક લાઇટ, સિંહ, વાઘ, ડોરેમોન અને હાથી જેવા પાત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, અભિનય અને સર્જનાત્મકતાને ઉપસ્થિતોએ બિરદાવી હતી.







































