લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે એક યુવક પોતાની માતા સાથે માવાના પૈસા બાબતે માથાકૂટ કરી, રીસાઈને ઘરેથી ચાલી નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે.પ્રેમજીભાઇ જેઠાભાઇ મેવાડા (ઉ.વ. ૪૫)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, તેમના દીકરા સુનીલભાઇ પ્રેમજીભાઇ મેવાડા (ઉ.વ. ૨૪)એ પોતાની માતા સાથે માવાના પૈસા આપવા બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ તે ગુસ્સામાં પોતાની મોટરસાયકલ (નંબર GJ-૦૧-CD-૭૮૭૨) લઈને અને પાછળ પોતાના મિત્ર અરવિંદભાઇ અમરાભાઇ મેવાડા (ઉ.વ. ૩૧)ને બેસાડીને ખીજડીયા જવાના રસ્તે નીકળી ગયો હતો.હાલ આ બંને યુવકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે અને અત્યાર સુધી બંનેની કોઈ ભાળ મળી નથી. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.