વિશ્વ હિંદુ પરિષદના અનુષાંગિક સંગઠન બજરંગ દળ દ્વારા સંગઠનના વિસ્તરણ અને કાર્યને વધુ ગતિ આપવા માટે અમરેલી જિલ્લામાં વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ઇન્દ્રજીતસિંહ ચૌહાણને જિલ્લા બજરંગ દળના સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ વરણી ભાવનગર વિભાગ બજરંગ દળ સંયોજક ગીગુભાઈ આહીરના હસ્તે કરવામાં આવી હતી.