રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગંભીર ગુનામાં કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી અપહરણ તથા પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશભાઇ દાનાભાઇ બારૈયા (રહે. દયાળ, તા. મહુવા) ને દબોચી લીધો હતો. પોલીસે આરોપી સાથે ભોગ બનનારને પણ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.