જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે પ્રસૂતિની અસહ્ય પીડા ભોગવતી માતાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુ સામાન્ય બાળકની જેમ રડતું ન હતું અને તેના હૃદયના ધબકારા પણ ખૂબ જ ઓછા હતા. આવી ગંભીર પરિસ્થિતિમાં નાગેશ્રી ૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. ભરત બાંભણિયાએ ત્વરિત સૂઝબૂઝ વાપરીને બાળકને છાતી પર દબાણ અને કૃત્રિમ શ્વાસ નાગેશ્રી ૧૦૮ ની ટીમે (CPR) આપીને તાજા જન્મેલા બાળકનો જીવ બચાવ્યો આપી નવજીવન આપ્યું હતું. વધુમાં, પ્રસૂતિ બાદ નબળી હાલતમાં રહેલી માતાની સારવાર માટે કોલ સેન્ટરના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી પગલાં લેવાયા હતા. ત્યારબાદ પાયલોટ કાનજીભાઈ બારૈયાએ સલામતીપૂર્વક બંનેને રાજુલા સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.






































