રાજુલામાં ફરી બેટરી ચોર ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા છે. અલગ અલગ વાહનોમાંથી ૧૨ બેટરીની ચોરી થઈ હતી. આ અંગે કથીવદર ગામે રહેતા અને મેન્ટેનસ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં લાલાભાઈ જીણાભાઈ વાઘ (ઉ.વ.૪૧)એ એજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના તથા સાહેદોના હિંડોરણા ગામે નેશનલ હાઇવે સર્વિસ રોડની બાજુમાંથી તથા રાજુલા ટાઉનમાં રાખેલ અલગ અલગ વાહનોમાંથી કુલ બેટરી નંગ-૧૨ અલગ અલગ કંપનીની બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની આશરે કિંમત.રૂ.૭૮,૦૪૦ જાહેર થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પી એસ આઈ એમ એફ ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.









































