ઠાંસા સેવા સહકારી મંડળી લિ.ની ૬૫મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ મોહનભાઈ ઈસામલીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મંત્રી ભુપતભાઈ માલવીયાએ હિસાબો રજૂ કરતા જણાવ્યું કે મંડળીનું એન.પી.એ શૂન્ય છે અને ધિરાણ વસુલાત ૧૦૦ ટકા થઈ છે. સભામાં મંડળીનો રૂ. ૧૯ લાખનો નફો દર્શાવી ૧૫% ડિવિડન્ડ જાહેર કરાયું હતું. આ ઉપરાંત, સભાસદના આકસ્મિક મૃત્યુ પર રૂ. ૧૫,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. આ તકે અમરેલી જી.મ.સ. બેંકના સીનિયર ઓફિસર રાજુભાઈ રીજીયા અને મેનેજર ભરતભાઈ ગરાણીયાએ સાયબર ફ્રોડ, અટલ પેન્શન તથા ગોલ્ડ લોન વિશે માહિતી આપી હતી. સુપરવાઈઝરોએ પ્રધાનમંત્રી વીમા યોજનાની સમજ આપી હતી. અંતમાં પ્રવિણભાઈ ઈસામલીયાએ આભારવિધિ કરી હતી.










































