બિયારણને પટ્ટ આપીને જ વાવેતર કરવું. • ખેતરમાં મગફળીમાં મુંડા આવતા હોય તો કલોરપાયરીફોસનો અથવા તેને લાગતી બજારમાં મળતી કોઈ પણ દવાનો પટ્ટ આપીને જ પછી વાવેતર કરવું.
• ચોમાસું સમયસર હોવાથી તમે વાવેતર માટે નક્કી કરેલ પાકનું વાવેતર કરવું.
• વધુ વરસાદ અને વાવાઝોડા વાળા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવી. ઝાડ જો નમી ગયા હોય તો પવનની ગતિ ધીમી પડે પછી ઝાડના થડણી પાછળની સાઈડથી માટી કાઢી ઝાડને ઉભું કરી ટેકો આપવો.
• ધોવાણ ઓછું થાય તે મુજબ વાવેતર અને પાળા બનાવવા.
મગફળીનો વાવેતર સમય:
• ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબકકામા વાવેતર થાય છે,
• ખૂબ સારુ ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે ૧૫ મે થી ૧૦ જુન સુધીમાં મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરુ વાવેતર કરવુ હોય તો જીએયુજી-૧૦ અથવા જીજી-૧૧ અથવા અથવા જીજી-૧૩ અથવા જીજેજી-૧૭ જેવી મોડી પાકતી વેલડી મગફળીનુ વાવેતર કરવું.
• ૧પ-જુનથી ૩૦ જુન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી મગફળીની જાતનું વાવેતર કરી શકાય.
વહેલી પાકતી જીજી-ર અથવા જીજી-પ અથવા જીજી-૭, ,૩૧ અથવા જીજેજી-૯ જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય. આમ આગોતરું, સમયસરનું અને મોડું એમ ત્રણ પ્રકારનુ વાવેતર મગફળીમાં થાય છે.
મગફળી પાકની અગત્યુતા:
• મગફળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સુકા અને અર્ધ-સુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે. આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાકો માફક ઢળી પડતો નથી.
• ઉંચી માત્રામાં (પ૦%) ખાધ્ય તેલ ધરાવતો અગત્યનો પાક છે, જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી ની ગરજ પણ સારી શકાય છે. મગફળી તેલમાંથી બનતા વેજીટેબલ ઘી માંથી અનેક પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ બને છે. મગફળી તેલ ઉતમ પ્રકારનું ખાઘ્ય તેલ હોવા ઉપરાંત, લાંબો સમય સંઘરી શકાય છે.
• કઠોળ વર્ગનો પાક છે તેથી છોડની મુળ ગંડીકાઓમાં રાઈઝોબીયમ બેકટેરીયાને લઈ હવાનો નાઈટ્રોજન ખેંચી તેને સ્થિર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફળદ્રુપ બને છે.
• છોડ નાનો હોઈ અન્ય બીજા કેટલાયે પાકો સાથે મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવી શકાય છે અને બે પાકોથી વધુ ઉત્પાદન લઈ શકાય છે તેમજ, મુખ્યત્વે વરસાદ આધારીત ચોમાસુ પાક હોઈ ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર, કપાસ, એરંડા, તલ વગેરે સાથે વાવી શકાય છે.
• મગફળી ખોળ ઢોર અને મરઘા બતકા માટે શકિતવર્ધક અને રુચીવાળો પાચ્ય ખોરાક છે. ઉપરાંત સેન્દ્રીય ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે
જૈવિક નિયંત્રણ:
• રાસાયણિક દવાઓના આડેઘડ ઉપયોગથી પર્યાવરણના વિવિધ ઘટકો પર થતી આડઅસરોથી લોકો જાગૃત થયા છે. તેથી જમીન, પાણી, સુક્ષ્મજીવો અને ખોરાક વગેરેને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી જોખમ રહિત પધ્ધતિઓ તરફ વૈજ્ઞાનિકો અને લોકોનું ધ્યાન ખેંચાયું છે.
• ખેતરમાં ઉંડી ખેડ કરવી
• ઉનાળામાં જમીન તપાસવી, લીલો પડવાશ કરવો,
• પાકની ફેરબદલી કરવી,
• ચાસમાં સેન્દ્રીય ખાતર, સેડવેલ ખોળ નાંખવો. તે બધી બિનજોખમકારક પધ્ધતિઓ જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. તેથી પાકની તંદુરસ્તી સારી રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
• આ બધી પધ્ધતિઓ જવિક નિયંત્રણનો એક ભાગ છે. પરંતુ તેમાં કઈ પ્રક્રિયાઓને લીધે પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેની જાણકારી ઓછી છે.
જૈવિક નિયંત્રણ એટલે શું ?
‘જીવો જીવસ્ય ભોજનમ’નામની ઉક્તિ પ્રમાણે કુદરતી રીતે નિયંત્રણમાં રહેતી રોગકારકોની સંખ્યાને નજર સમક્ષ રાખી આવી પ્રક્રિયાને વ્યવસ્થિત સુચારૂ સ્વરૂપમાં ઉપયોગ કરીને વધારે પ્રમાણમાં તેનો ફાયદો લઈ રોગકારકોને બીજા સુક્ષ્મજીવો દ્વારા નિયંત્રણમાં લેવામાં આવે તેને જૈવિક નિયંત્રણ કહેવાય.
જૈવિક નિયંત્રણ શા માટે ?
(૧) ઓછુ ખર્ચાળ છે.
(૨) એક કરતા વધારે રોગ સામે અસરકારક છે.
(૩) જમીનની ફળદ્રુપતા વધારે છે.
(૪) જમીન બગડતી અટકે છે.
(૫) પ્રદુષણની માત્રા ઘટાડી શકાય છે.
(૬) રોગનું નિયંત્રણ લાંબા સમય સુધી કરી શકાય છે.
ગુજરાતની કૃષિ યુનિવર્સીટીઓ ધ્વારા જૈવિક રોગ નિયંત્રકોની ભલામણ
• તુવેર: તુવેરના ૧ર કિલો બીજને એક કિલોગ્રામ ટ્રાઈકોડર્મા હારજીયાનમ અથવા ટ્રાઈકોડર્મા વીરીડી જૈવિક ઘટકની માવજત આપી વાવવાથી સુકારાના રોગનુ નિયંત્રણ થાય છે.
• શેરડી: શેરડીના વાવેતર પહેલા જુની કામસ (પ્રેસમડ)મા ઉગાડેલ જૈવિક ઘટક ટ્રાઈકોડમા હારજીયમ આપવાથી સુકારો અને રાતડાનો રોગ અટકાવવામા ઉપયોગી છે.
• મગફળી:૧ઃ- મગફળીના ઉગસુક (કોલર રોટ) અને થડના સડાના નિયંત્રણ માટે મગફળી વાવતા પહેલા ટ્રાઈકોડર્મા હારજીયાનમ ૧.ર કિ.ગ્રા. ગળતીયા ખાતર અથવા એરંડીના ખોળમાં મિશ્રણ કરી જમીનમા ભેજ હોય ત્યારે આપવું તથા એક કિલોગ્રામ બીજને સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ પ ગ્રામ અને થાયરમ ૩ ગ્રામ પ્રમાણે માવજત આપી વાવવા. રઃ- મગફળીના થડ અને ડોડવાના સડાના રોગના નિયંત્રણ માટે ભૂકી સ્વરૂપે મળતુ ટ્રાઈકોડર્મા હારજીયાનમ ૧.પ કિ.ગ્રા. (૧૦૬ જીવંત કોષો /ગ્રામ) ૩૦૦ કિ.ગ્રા. એરંડીના ખોળ કે ખાતરમાં ભેળવી વાવણી પહેલા ચાસમાં આપવું.
• એરંડા: મુળખાઈ ( રૂટ રોટ)ના નિયંત્રણમાટે પ૦૦ કિલો લીમડાના અથવા રાયડાના ખોળમા પ કિલો ટ્રાઈકોડર્મા હારજીયાનમ પાવડર ભેળવી વાવતી વખતે ચાસમા આપવુ.
બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ:
(૧) વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ / સંકર જાતોનું જ બીજ ખરીદવું.
(૨) સુધારેલ/ સંકર જાતોનું બિયારણ હંમેશા ગુજરાત રાજ્યબીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ નિગમના માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
(૩) બિયારણના પેકિંગ ઉપર બીજ પ્રમાણિત એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી.
(૪) શક્ય હોય ત્યા સુધી ટુથ ફુલ બિયારણને બદલે સર્ટિફાઈટ બિયારણ જ ખરીદવું.
(૫) બિયારણના પેકિંગ પર ઉત્પાદન કોણ છે તે તપાસીને જ ખરીદવું.
(૬) બિયારણ ખરીદતી વખતે પેકિંગ પર બીજના સ્ફુરણના ટકા દર્શાવેલ હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલ હોય તે જોઈ ચકાસીને ખરીદવું.
(૭) સુધારેલ જાતોના બીજ ખેડૂત પોતે જ કાળજી રાખી તૈયાર કરી શકે છે. તેથી દર વખતે સુધારેલજાતોનું બિયારણ ખરીદવાની જરૂર રહેતી નથી.
(૮) સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા જ ખરીદવાના હોય છે. તેથી જે તે ખેડૂતે તેમના ખેતર પર વાવવામાં આવેલ આવા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજા વર્ષે કરવો નહિ.
(૯) બિયારણની થેલી ઉપર સીલ/ટેગ લગાવેલ છે કે નહિ તે ચકાસી લેવું જોઈએ.
ખાતરની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ:
(૧) જે તે પાકની પોષક તત્વોની જરૂરીયાત ધ્યાને રાખી ખાતરની ખરીદી કરવી.
(૨) મિશ્ર ખાતરોની પસંદગી વખતે ભરોસાપાત્ર કંપનીઓના ખાતર ખરીદવા.
(૩) ખારી – ભાસ્મિક જમીન માટે ભલામણ થયેલ ખાતરની પસંદગી કરવી.
(૪) પોષક તત્વની એકમ કિંમત જે ખાતરમાં ઓછી હોય તેવા ખાતરો પસંદ કરવા.
(૫) જો બે કે તેથી વધારે ખાતરો એક સાથે પહેલા ભેગા કરી, જમીનમાં આપવાના હોય તો તેના મિશ્રનો ચાર્ટ જોઇને ખાતરની પસંદગી કરવી.
(૬) ખાતરની થેલી પરની વિગત જેમ કે કંપનીનું નામ પોષક તત્વોના ટકા, ટેગીંગ અને તારીખ, વજન,કિંમત,લાયસન્સ નંબર વગેરે ચકાસીને પસંદ કરવું.
(૭) પૂર્તિ ખાતર પાકને આપવાનું હોય ત્યારે, સહેલાઈથી દ્રાવ્ય થતા ખાતરો જ પસંદ કરવા.
(૮) ખાતરની ભૌતિક સ્થિતિ પણ પસંદગીમાં ધ્યાને રાખવી જોઈએ.
(૯) જમીનના પ્રતના આધારે ખાતરની પસંદગી કરવી જોઈએ.
(૧૦) ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ સોઈલ હેલ્થ કાર્ડમાં દર્શાવ્યા પ્રમાણે જે તે પાકની જરૂરીયાત મુજબના ખાતરો ખરીદવા જોઈએ.
આંબા:
ઘાનીષ્ઠ વાવેતર માટે આંબાની જાતમાં નીચે દર્શાવેલા ગુણો હોવા ઈચ્છનીય છે.
• ઝાડ કુદરતી રીતે ઠીંગણા રહેતા હોય.
• ડાળીઓનો વિકાસ એકસરખો થતો હોય.
• નિયમિત રીતે દર વહ્ર્સે એક ચોક્કસગાળામાં નવા પાન આવવાની ક્રિયા થતી હોય.
• નિયમિત છટણી સહન કરી શકે છે.
ઘનિષ્ઠ વાવેતર માટે અનુકુળ આંબાની જાતો:-કેસ,દશેરી,હાફૂસ,
તોતાપુરી,મદ્રાસી,આફૂસ,
બનેશાણ,માનકુરાડ,નીલમ.
હાઈબ્રીડ જાતો:આમ્રપાલી,સોનાપરી,મંજીરા,રત્ના,પૂસા અરુનીમાં
ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિમાં કલમનો પ્રકાર:ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિ દરમ્યાન કેનોપી મેનેજમેન્ટ કરવાનું હોવાથી, ભેટ કલમની સરખામણીએ એપીકોટાઈલ (ચીપીયા
કલમ) કે નુતન કલમ નો ઉપયોગ કરવો હિતાવહ છે.
ઘાસચારો:
• ઘાસચારાની મકાઈ માટે જાત ગંગા સફેદ-૨,૫ ફાર્મ સમેરી ગુ. મકાઈ-૧,૨,૩,૪ અને આફ્રીકન ટોલનું વાવેતર કરવું.
• ઘાસચારાની જુવાર માટે છાસટીપો, કે જીએફએસએચ-૧,૪,૫ પાયોનીય એક્સ-૯૮, એસ-૧૦૪૯નુંવાવેતર કરવું.
• ઘાંસચારા માટે ગંગા સફેદ -૨, ગંગા-૫, આફ્રિકન ટોલ, ગુજરાત મકાઈ -૧, ૨, ૩, ૪ વાવો.
• ઘાંસચારા માટે જાયન્ટ બાજરી, રજકા બાજરી, એલ-૭૨,૭૪, ગુ.ધા.બાજરી-૧ વાવો.
• મારવેલ (જીંજવો) માટેગુજરાત મારવેલ – ૧, મારવેલ – ૮, આઈજીએફઆરઆઈ- ૪૯૫-૧ વાવો.
• ઘાસચારામાં જીંજવો ઘાસ, એન.બી-૨૧, સીઓ-૧, ૩, પૂસાજાયન્ટ, પીબીએન-૮૭ નેપીયાર ઘાસ વાવો.
• જુવાર સુકી ખેતીવાળાએ જી.એન.જે.-૧નું વાવેતર કરવું. વધુ વરસાદવાળા વિસ્તારમાં ગુ.જુવાર – ૪૨ તેમજજી.એફ.એસ.-૪, જી.એફ.એસ.-૫ અને સી.એસ.વી.૨૧
એફનું વાવેતર કરવું











































