ઓમાનના અખાતમાં ભારતીય ખલાસીઓ પરના હુમલા અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજા પર ડ્રોનથી હુમલો કર્યો હતો. ભારતીય જહાજા પર હુમલા સહન કરવામાં આવશે નહીં. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ઓમાનના અખાતમાં ભારતીય ખલાસીઓ પર હુમલાની ત્રણ ઘટનાઓ પછી આવ્યું છે. ૮, ૯ અને ૧૧ જૂનના રોજ અમેરિકન દળોએ ત્રણ વાણિજ્યીક જહાજા પર હુમલો કર્યો. ૯ જૂનના હુમલામાં ચાર ભારતીય નાગરિકો માર્યા ગયા.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ સોશિયલ પર લખ્યું, “ઈરાને જે શરતો કહી છે તેનો લેખિતમાં સંમત થયેલી શરતો સાથે કોઈ સંબંધ નથી. તે ફેક ન્યૂઝ છે. તેમણે જે કહ્યું છે, જેમાં સોદા વિશેના તેમના નબળા અને શરમજનક નિવેદનોનો સમાવેશ થાય છે, તે સત્ય સાથે કોઈ સામ્યતા ધરાવતું નથી. તેમની સાથે વ્યવહાર કરવો એ ખૂબ જ અપ્રમાણિક કૃત્ય છે. તેમની સાથે કોઈ પ્રામાણિક સોદો થઈ શકતો નથી.”
ભારતીય જહાજ પરના હુમલા પર બોલતા ટ્રમ્પે કહ્યું, “ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજા પર તેમનો ડ્રોન હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેઓએ શકય તેટલી વહેલી તકે તેમના કાર્યો સુધારવા જાઈએ.”
જાકે, આ હુમલા બાદ, ભારતે યુએસ એમ્બેસીના ચાર્જ ડી’અફેર્સને બોલાવીને ચેતવણી આપી હતી. ત્યારબાદ, ગયા ગુરુવારે, યુએસ સેન્ટ્રલ કમાન્ડે કોમર્શિયલ જહાજ, એમટી જલવીર પર બીજા મિસાઇલ હુમલો કર્યો હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલા અંગે ઔપચારિક રીતે ટ્વવીટ કર્યું હતું.
રાહતની વાત એ હતી કે ઓમાનની બચાવ ટીમો દ્વારા જહાજ પરના તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે ફરી એકવાર યુએસ ચાર્જ ડી’અફેર જેસન મીક્સને બોલાવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય પાણીમાં ભારતીય ખલાસીઓને નિશાન બનાવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો, પરંતુ ટ્રમ્પે હવે કહ્યું છે કે ભારતીય જહાજા પર હુમલો અમેરિકાએ નહીં, ઈરાને કર્યો હતો. યુએસ સેનાએ હુમલાનો દાવો કરતો એક વિડિઓ બહાર પાડ્યો હતો, પરંતુ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાને હુમલો કર્યો હતો.