ગીરગઢડાના વડવિયાળા પાસે રોડ નજીક ૫ સિંહો મરેલી ભેંસની મિજબાની માણતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોવા લોકો અને વાહનોની ભારે ભીડ જામી હતી. જસાધાર રેન્જનો આ વિસ્તાર ‘પાઠા કેન્દ્ર’ તરીકે ઓળખાય છે, જ્યાં મૃત પશુઓ નંખાય છે. તાજેતરમાં સિંહોમાં બેબેસિયા અને CVD વાયરસના ભય વચ્ચે, આવું અજાણ્યા રોગવાળું કે સડેલું મારણ ખાવાથી સિંહો ગંભીર બીમાર પડી શકે છે. સિંહોના સ્વાસ્થ્યના જોખમને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મરેલી ભેંસને ત્યાંથી હટાવી લીધી હતી અને સિંહોને સંભવિત રોગના ભોગ બનતા બચાવ્યા હતા.










































