આજ રોજ કોડિનાર વીજ કચેરીએ શેઢાયા ગામના પ્લોટ વિસ્તારના રહીશો દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારના લોકોએ અવારનવાર ગ્રામ પંચાયતને જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજનાની ૧૧ કે.વી. લાઈનના વીજ તાર તેમના રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. આ લાઈનમાં વીજ પ્રવાહનું ભારણ અતિશય વધારે હોવાથી અને તે મકાનોની સાવ નજીક હોવાથી સ્થાનિકોના જીવનું જોખમ સતત તોળાતું રહે છે. આ ગંભીર સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે અને યોગ્ય સર્વે કરી લાઈન અન્ય જગ્યાએ ફેરવવા માટે આજે ગામના સરપંચની આગેવાનીમાં પ્લોટ વિસ્તારના લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા. તેમણે જુનિયર એન્જિનિયર સાહેબને મોખિક તેમજ સરપંચના લેટર પેડ પર લેખિત રજૂઆત સોંપી હતી. આ સાથે જ ગામની અન્ય વીજ લાઈનો બાબતે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાહેબશ્રીએ તમામ પ્રશ્નોને હકારાત્મક રીતે સાંભળીને આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી.