ખાંભા ગામના પીપળવા રોડ પર આવેલી ધાતરડી નદીના કાંઠે, મધરીયા સીમ વિસ્તારમાં આવેલા ‘માં ઓગન’ના ઘુનામાં પગ લપસી જતાં ડૂબી જવાથી એક મહિલાનું મોત થયું હતું.
આ અંગે નાનજીભાઈ લાખાભાઈ ટાપણીયા (ઉ.વ.૬૯)એ જાહેર કરેલી વિગત મુજબ, જયાબેન નાનજીભાઈ ટાપણીયા (ઉ.વ.૬૫)નો ઓગનના ઘુનામાં અચાનક પગ લપસી ગયો હતો, જેથી તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું.