ધારી ગીર પૂર્વ વન વિભાગે વન્યપ્રાણીઓના ગેરકાયદેસર શિકાર સામે મોટી કાર્યવાહી કરતાં ચાર શિકારીઓને હથિયારો અને મોટરસાયકલો સાથે ઝડપી પાડ્‌યા છે. પેટ્રોલીંગ દરમ્યાન દૂધાળા ગામના રેવન્યુ વિસ્તારમાં વન વિભાગની ટીમે ચાર ઇસમોને રંગેહાથ પકડી પાડ્‌યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ સુરક્ષિત ચીતલ અને ઇન્ડિયન હેર (સસલું)નો જામગરી બંદૂક વડે શિકાર કર્યો હતો. શિકાર બાદ પ્રાણીઓના મૃતદેહના ટુકડા કરી ચામડું અલગ કરીને કોથળીમાં ભરી પરિવહન કરવામાં આવી રહ્યું હતું. વન વિભાગે એક જામગરી બંદૂક, ધારીયું, છરી તથા ત્રણ મોટરસાયકલો જપ્ત કરી છે. ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.
મૃત વન્યપ્રાણીઓને પોસ્ટમોર્ટમ માટે ધારી ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.