અમરેલી જિલ્લામાંથી યુવતીઓ ગુમ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં લાઠી પંથકમાંથી બે સહિત જિલ્લામાંથી કુલ ત્રણ યુવતીઓ લાપતા થઈ છે.પ્રથમ બનાવમાં, ધારીના કોઠાપીપરીયા ગામે રહેતા મનસુખભાઈ પુંજાભાઈ દાફડા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી નિશાબેન દાફડા (ઉ.વ.૧૮) ઘરેથી પોતાની બહેનપણીને મળવા જવાનું કહીને નીકળ્યા બાદ પોતાની મેળે ક્યાંક જતી રહી છે અને પરત ફરી નથી.બીજા બનાવમાં, લાઠી ખોડિયાર નગર રેલ્વે ફાટક પાસે રહેતા રાજુભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૪૯)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી વર્ષાબેન (ઉ.વ.૨૦) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે.
જ્યારે ત્રીજી ઘટનામાં, લાઠીના દેરડી (જાનબાઇ) ગામે રહેતા પ્રાગજીભાઇ બાબુભાઇ રવોલીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા પ્રમાણે, તેમની દીકરી કિરણબેન (ઉ.વ.૧૯) પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી હતી અને પરત આવી નથી.