બાબરાના વાવડા ગામેથી પોલીસે ૭ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી રૂપિયા ૧૨,૫૩૦ની મત્તા જપ્ત કરવામાં આવી હતી. ધનજીભાઇ ભગવાનભાઇ ભાયાણી, રમેશભાઇ ગોરધભાઇ જાદવ, મનીષભાઇ તળશીભાઇ ખીહડીયા, ઘનશ્યામભાઇ વાલજીભાઇ ભાયાણી, રમેશભાઇ લાખાભાઇ રામાણી, ધીરૂભાઇ જેરામભાઇ રામાણી, ગીરધરભાઇ વલ્લભભાઇ ભાયાણી જાહેરમાં તીનપતીનો હાર જીતનો પૈસા પાનાથી જુગાર રમી રમાડી કુલ રોકડ રૂ.૧૨,૫૩૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે સી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.