અમરેલી સેવા અને સુશાસનના પરિણામે અમરેલી શહેરમાં નિર્માણ પામેલો અત્યાધુનિક બસપોર્ટ આજે જિલ્લાના વિકાસ અને પ્રગતિની નવી ઓળખ બની ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટિત આ પ્રોજેક્ટ આશરે રૂ. ૪૪.૫૧ કરોડના ખર્ચે ૧૭,૦૯૫ ચોરસ મીટરના વિશાળ પ્લોટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ અદ્યતન બસપોર્ટ સુવિધાઓની દૃષ્ટિએ સૌરાષ્ટ્રના ટોપ થ્રી ડેપોમાં સ્થાન ધરાવે છે.અહીં સમગ્ર રાજ્યમાંથી દૈનિક ૨૩૩ એક્સપ્રેસ અને ૩૮૪ લોકલ બસોની અવરજવર થાય છે, જેનાથી દરરોજ સરેરાશ ૧૦,૬૯૦થી વધુ મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન સેવા મળી રહી છે. બસપોર્ટમાં વિશાળ પ્રતીક્ષાખંડ, ર્પાકિંગ, ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને ટીવી પર બસ ટ્રેકિંગ જેવી આધુનિક સવલતો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અહીં વિકસેલી કોમર્શિયલ સ્પેસને કારણે રોજગારીની નવી તકો સર્જાઈ છે અને સ્થાનિક વેપાર-ધંધાને મોટો વેગ મળ્યો છે.