ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર શક્તિશાળી હુમલો કર્યો છે. ગઈકાલે રાત્રે ઈઝરાયલ પર ઈઝરાયલ પર અનેક મિસાઈલો છોડવામાં આવી હતી. ઈઝરાયલે દાવો કર્યો છે કે મોડી રાત્રે ઈરાન તરફથી મોટી સંખ્યામાં મિસાઈલો છોડવામાં આવી હતી. ઈઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠા પર આકાશમાં અનેક મિસાઈલો જાવા મળી હતી. બે મહિનાના યુદ્ધવિરામ દરમિયાન ઈરાનનો ઈઝરાયલ પર આ પહેલો હુમલો છે. ઇઝરાયલ દ્વારા બેરૂત પર હવાઈ હુમલો કર્યા પછી તરત જ ઇરાનનો મિસાઇલ હુમલો થયો.
લેબનોન પર હુમલો થવાની સ્થિતિમાં ઇઝરાયલ પર હુમલો કરવાની ચેતવણી ઇરાને પહેલાથી જ આપી હતી. રવિવારે, જ્યારે ઇઝરાયલી સૈન્યએ લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહ ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો, ત્યારે ઇરાને ઇઝરાયલ પર મિસાઇલોનો મારો કરીને બદલો લીધો. જાકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર, ઇઝરાયલી સૈન્યએ કહ્યું, આઇડીએફએ ઇરાનથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલો ઓળખી કાઢી છે. સંરક્ષણ પ્રણાલીઓ આ ધમકીને અટકાવવા માટે કામ કરી રહી છે.” સૈન્યએ કહ્યું કે ઇઝરાયલી વાયુસેનાએ ઇરાનથી છોડવામાં આવેલી બધી મિસાઇલોને અટકાવી દીધી છે. ઇઝરાયલે પણ ઇરાનને બદલો લેવાની ધમકી આપી છે.
ઇઝરાયલે પણ ઇરાનને બદલો લેવાની ધમકી આપી છે. દરમિયાન, યુએસ પ્રમુખ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે હુમલા બંધ કરે નહીંતર યુદ્ધવિરામ કરાર ખોરવાઈ શકે છે. ટ્રમ્પે ઇઝરાયલી પ્રસારણકર્તા ચેનલ ૧૨ ને કહ્યું, “હું હમણાં જ નેતન્યાહૂને ફોન કરીશ અને તેમને કહીશ કે બદલો ન લે. બંનેએ પોતાનું કામ કર્યું છે. ઇઝરાયલે હુમલો કર્યો, અને ઇરાને હુમલો કર્યો. આપણને હવે વધુ હુમલાની જરૂર નથી.” આ દરમિયાન, યુએસ મીડિયાએ અહેવાલ આપ્યો કે ટ્રમ્પ અને નેતન્યાહૂએ ફોન પર વાત કરી હતી.







































