સરકારી વિનયન અને વાણિજ્ય કાલેજ, લીલીયાના એન.સી.સી. વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના માર્ગદર્શન અને ડા. મહેશ એસ. ગઢિયાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી સમયમાં ૧૦૦૦થી વધુ વૃક્ષોના વાવેતર અને જતનનો સંકલ્પ લેવાયો હતો. કેડેટ્‌સ, અધ્યાપકો અને ગ્રામજનોએ ઉત્સાહભેર
વૃક્ષારોપણ કર્યું હતું. આચાર્યશ્રીએ દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. પ્રાર્થના, પ્રેરણાત્મક ઉદ્બોધન અને વંદે માતરમ્‌ સાથે “એક વૃક્ષ – અનેક જીવન”ના સંદેશ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.