તમિલનાડુમાં એઆઇએડીએમકેને મોટો ઝટકો લાગ્યો છે. ૩૦૦ થી વધુ એઆઇએડીએમકે સભ્યો સત્તાવાર રીતે તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) માં જાડાયા, જેમાં ટીવીકેના પાનૈયુરમાં પાર્ટી મુખ્યાલયમાં સામેલ થયા. ટીવીકેમાં જાડાનારા નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળ લોકોની યોગ્ય રીતે સેવા કરી શક્્યા નથી. શાસક પક્ષમાં જાડાનારાઓમાં ભૂતપૂર્વ એઆઈએડીએમકે મંત્રી વેલ્લામંડી નટરાજન, અન્ના ટ્રેડ યુનિયન ફેડરેશનના રાજ્ય સચિવ કમલાક્કનન, માયલાપોરના એઆઈએડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય નટરાજન, ભૂતપૂર્વ એઆઈએડીએમકે મંત્રી આનંદન, પરમાકુડીના એઆઈએડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય સાધન પ્રભાકર, તિરુપથુર શહેર સચિવ ડી ટી કુમાર અને ૩૦૦ થી વધુ અન્ય લોકોનો સમાવેશ થાય છે. ટીવીકેના મહાસચિવ અને તમિલનાડુ ગ્રામીણ વિકાસ મંત્રી એન આનંદ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સેંગોટૈયાન અને જાહેર બાંધકામ મંત્રી આધવ અર્જુન પણ આ પ્રસંગે હાજર હતા.
પૂર્વ મંત્રી અને એઆઈએડીએમકેના વરિષ્ઠ નેતા ઉદુમલાઈ રાધાકૃષ્ણને કહ્યું કે તેઓ, ત્રિચીના વરિષ્ઠ નેતાઓ એન.આર. શિવપતિ, કદંબુર રાજુ, એમ.સી. સંપથ, પન્નીરસેલ્વમ, ગોવિંદસામી અને કોલાથુર કૃષ્ણમૂર્તિ સાથે શાસક ટીવીકેમાં જાડાયા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નેતૃત્વને યાદ કરતાં તેમણે કહ્યું કે એઆઇએડીએમકેના અધિકારીઓએ તેમના કાર્યકાળ દરમિયાન કડક શિસ્ત જાળવી રાખી હતી અને તેમનું નિધન પાર્ટી માટે મોટો ફટકો હતો. રાધાકૃષ્ણને એમ પણ કહ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી એઆઇએડીએમકેમાં હતા, પરંતુ તેઓ જનતાની અસરકારક રીતે સેવા કરવામાં અસમર્થ હતા અને મુશ્કેલ પરિસ્થીતિઓમાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી જાસેફ વિજયના નેતૃત્વમાં એમ.જી. રામચંદ્રન (એમજીઆર) અને જયલલિતાના આદર્શો જાયા, અને ટીવીકેમાં તેમને મળેલા આદર અને માન્યતાએ તેમને પાર્ટીમાં જાડાવા માટે પ્રેરણા આપી.
ભૂતપૂર્વ મંત્રી ઉદુમલાઈ રાધાકૃષ્ણને વધુમાં જણાવ્યું કે તેઓ ટીવીકે માટે ખંતપૂર્વક કામ કરશે અને યુવા પેઢીના નેતાઓને ટેકો આપશે. તેમનો મુખ્ય ઉદ્દેશ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાનો છે. પાર્ટી શિસ્ત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, રાધાકૃષ્ણને કહ્યું કે તેઓ નેતૃત્વ દ્વારા તેમને સોંપવામાં આવેલી કોઈપણ જવાબદારીને ખૂબ જ સમર્પણ સાથે પૂર્ણ કરશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભવિષ્યમાં ઘણા જિલ્લા સ્તરના અધિકારીઓ અને એઆઇએડીએમકેના વરિષ્ઠ નેતાઓ ટીવીકેમાં જાડાઈ શકે છે, અને એઆઇએડીએમકે છોડવાના તેમના નિર્ણયને પક્ષમાં લાંબા સમય સુધી ચાલી રહેલા અસંતોષ પછી રાહતની ક્ષણ ગણાવી હતી.
આ કાર્યક્રમમાં, તમિલનાડુ સરકારના મંત્રી સેંગોટૈયાને ટીવીકે ચળવળ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તમિલનાડુના લોકોએ મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેમણે કહ્યું, “જા ભારતીય ઇતિહાસમાં કોઈ પણ ચળવળને તેની રચનાના માત્ર બે વર્ષમાં સફળતા મળી છે, તો તે તમિલગા વેટ્ટી કઝગમ છે. ગમે તેટલા ગઠબંધનો બને, તમિલનાડુની ધરતી પર જન્મેલો કોઈ પણ વ્યકતી તમિલનાડુમાં આપણા આંદોલનને હરાવી શકતો નથી. લોકોએ સ્વચ્છ શાસન પૂરું પાડવા સક્ષમ નેતૃત્વ સ્વીકાર્યું છે, અને ફક્ત તેઓ જ તે પ્રાપ્ત કરી શકે છે. ફક્ત આવતીકાલે જ નહીં, પરંતુ હંમેશા માટે, વિજય તમિલનાડુના કાયમી મુખ્યમંત્રી રહેશે.”