અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાબરા તાલુકા ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ તુષારભાઈ રામાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગે અતુલભાઈ કાનાણીએ તુષારભાઈને પક્ષનો પરંપરાગત ખેસ પહેરાવીને ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ સમારોહમાં જિલ્લા ભાજપના આગેવાનો સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતનો પ્રતિભાવ આપતા નવનિયુક્ત પ્રમુખ તુષારભાઈ રામાણીએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને વરિષ્ઠ આગેવાનોએ તેમના પર મૂકેલા અતૂટ વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સંગઠન દ્વારા સોંપવામાં આવેલી આ મહ¥વપૂર્ણ જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણની ભાવના સાથે નિભાવવાની પૂરી ખાતરી આપી હતી.









































