બગસરામાં ચેક બાઉન્સ થવાના એક મામલામાં કોર્ટે મોટો ચુકાદો આપતા આરોપીને જેલભેગો કરવાનો આદેશ કર્યો છે. સરદાર પટેલ શરાફી સહકારી મંડળી (બગસરા શાખા)માંથી લુંધીયા ગામના દલસુખભાઈ રસિકભાઈ ઘાડિયાએ રૂ. ૨,૦૦,૦૦૦/- ની લોન લીધી હતી. આ લોનની ચડત રકમ રૂ. ૨,૮૨,૩૯૪/- ભરપાઈ કરવા તેમણે ૨૭/૧૧/૨૦૨૪ના રોજ આપેલ ચેક ‘એકાઉન્ટ બ્લોક’ થવાને કારણે પરત ફર્યો હતો. મંડળી દ્વારા નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા મંત્રી જયદીપભાઈ હિરપરાએ બગસરા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસ ચાલતા મંડળી પક્ષના વકીલ પી.ડી. દાંતી અને વિશાલ જે. માળવીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને છ માસની સજા ફટકારી છે અને ચેકની રકમ મંડળીને ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.










































