શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે ૨૦ વર્ષના યુવાનની આંતરડાની દુર્લભ બીમારી (‘Meckel’s Diverticulum’) ની જટિલ સર્જરી આધુનિક પધ્ધતિથી તદ્દન નિઃશુલ્ક સફળતાપૂર્વક કરવામાં આવી છે. ધારી તાલુકાના ૨૦ વર્ષીય યુવાન ઉદયભાઈ સાકરિયાને પેટમાં અસહ્ય દુખાવાની તકલીફ હોવાથી અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સીટી સ્કેન દ્વારા તપાસ કરતા તેમને આંતરડામાં ગંભીર અવરોધ (Acute Intestinal Obstruction) હોવાનું નિદાન થયું હતું, જેનું કારણ ‘Meckel’s Diverticulum’ નામની આશરે ૨% લોકોમાં જ જોવા મળતી દુર્લભ જન્મજાત કોથળી હતી.ડાક્ટર્સની ટીમે દર્દીની ‘Explroatroy Laparotomy’ સર્જરી કરી આંતરડાના અસરગ્રસ્ત ભાગને દૂર કર્યો અને આધુનિક ‘Surgical Stapler Technique’ થી તેને ફરી જોડ્‌યો હતો. સર્જરી સફળ રહેતા પાંચમાં દિવસે દર્દીને રજા અપાઈ હતી.ડા. નિકુંજ ભેસાણીયા અને ડા. ગૌતમ ભરડાની ટીમ દ્વારા આ જટિલ સર્જરી
સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી. આવી ખર્ચાળ સારવાર વિનામૂલ્યે આપવા બદલ દર્દીના પરિવારે હોસ્પિટલ અને ગજેરા ટ્રસ્ટનો આભાર માન્યો હતો.