કર્મચારીઓની મનમાની સામે એસ.ટી.અધિકારીઓ ઝુક્યાં?
ધારી ડેપો દ્વારા સંચાલિત ધારી-ફતેપુરા વાયા બગસરા બસ કર્મચારીઓની માંગણી મુજબ બંધ કરી વાયા ચલાલા કરી નાખવામાં આવતા મુસાફરોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આ બસમાં અમરેલી અપડાઉન કરતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી એસ.ટી.અધિકારીઓની નબળાઈ સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ વર્ષોથી ચાલતી ધારી-ફતેપુરા વાયા બગસરા બંધ કોઈપણ જાણ કર્યા વગર ટ્રાફિકનું બહાનુ આગળ ધરી રાતોરાત બંધ કરી દેવામાં આવી હતી. ધારી બસના કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે બગસરા ડેપોમાંથી ધારી-ફતેપુરા બસ ખાલી હોવા છતાં આ બસમાં રીઝર્વેશન કરવાને બદલે બગસરા ડેપોની બગસરા-ફતેપુરામાં જ બસનું રીઝર્વેશન કરવામાં આવતુ હતુ. જેથી આ બસ ખાલી દોડતી હતી તો જા ધારી-ફતેપુરા બસમાં રીઝર્વેશન કરવામાં આવતુ ન હોય તો ડેપો મેનેજરને શા માટે ફરિયાદ કરવામાં ન આવી તેવો સવાલ ઉઠવા પામ્યો છે. જા કે ધારી ડેપોના કર્મચારીઓને સાચવવા માટે જ વાયા બગસરા બંધ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. ધારી-ફતેપુરા બસમાં ડાંગાવદર, હામાપુર,બગસરા સહિતના ગામોમાંથી મુસાફરોનો ટ્રાફિક મળતો હતો. પરંતુ કર્મચારીઓની મનમાની સામે એસ.ટી.અધિકારીઓને ઝુકવાની ફરજ પડી હતી. બપોરે ૧રઃ૩૦ વાગ્યે અમરેલી જાવાની બસ નિકળી ગયા બાદ છેક બે વાગ્યાની વિસાવદર-ફતેપુરા બસ અમરેલી જવાની મળે છે. જેમાં અમરેલી જવા માટેના મુસાફરોને જગ્યા પણ મળતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ધારી-ફતેપુરા વાયા બગસરા બસની સુવિધા છીનવાઈ જતા પેસેન્જર એસોશિયેશને પણ પોતાનો રોષ વ્યકત કર્યો છે. જા આગામી સમયમાં મુસાફરોના હિતમાં ફરી ચાલુ કરવામાં નહી આવે તો મુસાફરો દ્વારા વાહનવ્યવહાર મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતને ઉગ્ર રજૂઆત કરી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
શહેર ભાજપ પ્રમુખે રોષ વ્યકત કર્યો
ધારી-ફતેપુરા વાયા બગસરા બસ બંધ કરી દેવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણીએ પણ રોષ વ્યકત કરીને જણાવ્યું હતું કે, એસ.ટી.અધિકારીઓએ મુસાફરોના હિતમાં નિર્ણય લેવાને બદલે મનસ્વી રીતે બસ બંધ કરી દેવામાં આવી છે. જા મુસાફરોના હિતમાં બસ ફરી ચાલુ કરવામાં નહી આવે તો મુખ્યમંત્રી સહિતનાઓએ રજૂઆત કરવામાં આવશે
સાંસદે પણ વિભાગીય નિયામકને રજૂઆત કરી
ધારી-ફતેપુરા વાયા બગસરા બસ બંધ કરી દેવામાં આવતા પરપ્રાંતિયો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બસ રાતોરાત બંધ કરી દેવામાં આવતા રોજિંદા મુસાફરો રઝળી પડ્યા છે. જેથી સાંસદ ભરત સુતરીયાએ પણ આ ગંભીર પ્રશ્નને લઈ વિભાગીય નિયામક ભાવેશ પટેલને રજૂઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે સાંસદની રજૂઆતની કેવી અસર પડે છે તે જાવાનુ રહ્યુ.









































