નગરપાલિકા પ્રમુખ રંજનબેન પરવાડિયાએ વોર્ડ નં. ૨ વિસ્તારમાં સફાઈ અભિયાન અને વિવિધ વિકાસ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્થાનિક સભ્ય વસંતબેન મકવાણા અને અગ્રણી રમેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિસ્તારમાં સફાઈ, ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓની સમીક્ષા કરી સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા. પ્રમુખે શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા જાળવવા અને નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.









































