બાબરામાં રહેતા ધનજીભાઇ અમરશીભાઇ કારેટીયા (ઉ.વ.૬૫)એ જણાવ્યા મુજબ, તેમની વાડીએ આવેલા ઇલેક્ટ્રિક ટીસીની બાજુમાં વાડીના મકાન તથા પશુ બાંધવાના ફરજામાં (ગમાણમાં) કોઇ કારણોસર આગ લાગી હતી. આ આગને કારણે ફરજામાં બાંધેલી એક ગાય અને પાડી ગંભીર રીતે દાઝી જતાં મરણ પામ્યા હતા.







































