જાફરાબાદના સરકારી દવાખાનમાં ઈ.સી.જી. મશીન બંધ હોવાનું સેવાભાવી દાતાઓના ધ્યાનમાં આવ્યું હતું. આથી જુદાજુદા સેવાભાવી દાતાઓ દ્વારા ઇસીજી મશીન દાન આપવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મ દિવસને અનુલક્ષીને ઈસીજી મશીન દાન આપવામાં આવ્યું હતું. આ તકે જાફરાબાદના ભાજપના કાર્યકરો હમીરભાઇ સોલંકી, ડોક્ટર વિક્રમભાઈ સોલંકી, ચેતનભાઇ વ્યાસ, હરેશભાઈ સોલંકી, મનોજભાઈ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








































