હરિયાણાના રોહતકથી મોટા સમાચાર સામે આવ્યા છે. સિરસા ડેરાના વડા રામ રહીમને ફરીથી પેરોલ આપવામાં આવ્યો છે. આ વખતે, તેમને ૩૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. સવારે ૬ઃ૩૦ વાગ્યે, રામ રહીમ પોલીસ કાફલા સાથે રોહતકની સુનારિયા જેલથી સિરસા ડેરા જવા રવાના થયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ૧૬મી વખત છે જ્યારે તેમને જેલમાંથી પેરોલ આપવામાં આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬ માં જ્યારે તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો ત્યારે તે ૪૦ દિવસ માટે કેદમાંથી મુક્ત હતો. તે સાધ્વીઓ સાથે જોડાયેલા બળાત્કારના કેસમાં સજા કાપી રહ્યો છે. ૨૦૧૭ માં તેની બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી રામ રહીમને કેટલી વાર પેરોલ આપવામાં આવ્યો છે? છેલ્લા છ વર્ષમાં, રામ રહીમ ઘણી વખત જેલમાંથી મુક્ત થયો છે અને તેને પેરોલ આપવામાં આવ્યો છે. ૨૦૨૦ ઓક્ટોબર ૨૦૨૦ઃ ૧ દિવસનો પેરોલ,૨૦૨૧ મે ૨૦૨૧ઃ ૧ દિવસનો પેરોલ,૨૦૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ઃ ૨૧ દિવસનો પેરોલ,જૂન ૨૦૨૨ઃ ૩૦ દિવસનો પેરોલ,ઓક્ટોબર ૨૦૨૨ઃ ૪૦ દિવસનો પેરોલ,
આ ઉપરાંત ૨૦૨૩ જાન્યુઆરી ૨૦૨૩ઃ ૪૦ દિવસનો પેરોલ, જુલાઈ ૨૦૨૩ઃ ૩૦ દિવસનો પેરોલ.નવેમ્બર ૨૦૨૩ઃ ૨૧ દિવસનો પેરોલ,૨૦૨૪ જાન્યુઆરી ૨૦૨૪ઃ ૫૦ દિવસનો પેરોલ, ઓગસ્ટ ૨૦૨૪ઃ ૨૧ દિવસનો પેરોલ,ઓક્ટોબર ૨૦૨૪ઃ ૨૦ દિવસનો પેરોલ,૨૦૨૫,જાન્યુઆરી ૨૦૨૫ઃ ૩૦ દિવસનો પેરોલ,એપ્રિલ ૨૦૨૫ ૨૧ દિવસનો પેરોલ,ઓગસ્ટ ૨૦૨૫ઃ ૪૦ દિવસનો પેરોલ,૨૦૨૬ જાન્યુઆરી ૨૦૨૬ઃ ૪૦ દિવસ પેરોલ,૨૫ મે, ૨૦૨૬ઃ ૩૦ દિવસના પેરોલ મંજૂર, રામ રહીમ માર્ચ ૨૦૨૬માં પણ હેડલાઇન્સમાં ચમક્્યા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેમને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા. સિરસા કોર્ટે તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી, જેને હાઇકોર્ટે રદ કરી હતી.






































