ધારીના કુબડા ગામે લવમેરેજ અને છૂટાછેડાના મનદુખમાં યુવકને ગાળો આપી હતી. તેમજ છરી બતાવીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે નરેશભાઈ સવજીભાઈ પરમાર (ઉ.વ.૨૮)એ જતીનભાઈ રમેશભાઈ પરમાર તથા હિંમતભાઈ રાજાભાઈ વણઝારા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના પાડોશીની ભાણકી સાથે લવમેરે કર્યા હતા અને છૂટુ થયું હતું. જે બાબતનું મનદુખ રાખી તેમને જેમ ફાવે તેમ ગાળો આપીને મોઢા પર મુંઢ માર માર્યો હતો. ઉપરાંત છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ જતીનભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૨૪)એ નરેશભાઈ સવજીભાઈ પરમાર, વિવેકભાઈ શામજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેના ઘર આગળ રોડ ઉપર ઉભા હતા. તેમણે પાડોશીની ભાણકી સાથે લવમેરેજ કર્યા હતા અને છુટુ થયું હતું. જે બાબતનું મન દુઃખ રાખી તેમને જેમ ફાવે તેમ ખરાબ ગાળો આપી હતી. તેમજ ગાલ ઉપર ત્રણ લાફા મારી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































