અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ પુરુષનાં મોત થયા હતા. પ્રથમ બનાવમાં વડિયાના મેઘા પીપળીયા ગામના વિનુભાઈ જીવરાજભાઈ સોલંકી (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર કમલેશભાઈ વિનુભાઈ સોલંકી (ઉ.વ.૨૭)ની પત્ની છેલ્લા ૯ મહિનાથી પીયરમાં રીસામણે હતી. તેડવા જવા છતાં આવતી ન હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બીજા બનાવમાં સાવરકુંડલાના લીખાળા ગામે રહેતા હસમુખભાઈ માવજીભાઈ સુહાગીયા (ઉ.વ.૫૬)એ જાહેર કર્યા મુજબ, હીંમતભાઈ માવજીભાઈ સુહાગીયા (ઉ.વ.૫૮)એ અગમ્ય કારણોસર વાડીએ કુંડી પાસે મીઠા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યા હતા. ત્રીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા જેન્તીભાઈ ભગવાનભાઈ સોલંકી (ઉ.વ.૬૧)એ જાહેર કર્યા મુજબ, તેના પુત્ર પ્રકાશભાઈ જયંતિભાઈ સોલંકી (ઉ.વ.૩૫)ની પત્ની અન્ય કોઈ સાથે ફોનમાં વાત કરતા હતા. જે બાબતે પૂછતાં પત્નીએ કોઈની સાથે વાત કરતી નથી તેમ કહેતા મનમાં લાગી આવતાં ઝેરી દવા પી જતાં મોત થયું હતું.