સાવરકુંડલામાં એક પરિણીતાને સાસુ-નણંદે ઘરકામ મુદ્દે મેણા ટોણા માર્યા હતા. તેમજ પતિએ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે શ્રધ્ધાબેન અમીતકુમાર ઉનાવા (ઉ.વ.૩૨)એ પતિ અમીતકુમાર મનુભાઇ ઉનાવા, સાસુ પ્રજ્ઞનાબેન મનુભાઇ ઉનાવા તથા નંણદ કાજલબેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પતિ, સાસુ તથા નંણદે તેમને અવાર-નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી હેરાન પરેશાન કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપ્યો હતો. પતિએ તેમને જેમ ફાવે તેમ ખરાબ ગાળો આપી શરીરે મુઢ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































