અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત, શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ M.Com. મહિલા કોલેજ, અમરેલી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નું સેમેસ્ટર-૧ નું યુનિવર્સિટી પરિણામ જાહેર કરાયું છે. કોલેજની તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટિંક્શન મેળવી નવો કીર્તિમાન સ્થાપ્યો છે.આ પરીક્ષામાં ૮૫.૮૦% ગુણ સાથે સાળુંકે ઉપાસના યુ. પ્રથમ ક્રમે, ૮૩.૨૦% ગુણ સાથે શાહ નસીમા આઈ. બીજા ક્રમે અને ૮૨.૮૦% ગુણ સાથે સાંગાણી ઉર્વી એન. ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. કોલેજની આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના સંચાલકો અને ટ્રસ્ટીગણે ઉત્સાહી સ્ટાફ, મહેનતુ વિદ્યાર્થીનીઓ અને ત્રણેય રેન્કર્સ દીકરીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા છે.










































