ભાવનગર ડેપો દ્વારા શરૂ કરાયેલી ભાવનગર-તાલાલા બસ દરરોજ બપોરે ૪ઃ૩૦ કલાકે રાજુલાથી ઉપડીને તાલાલા પહોંચશે. આ બસ સવારે ૫ઃ૪૫ કલાકે તાલાલાથી ઉપડીને આંકોલવાડી, જામવાળા અને ઉના થઈ રાજુલા આવશે. આ રૂટ પર અત્યાર સુધી સીધી બસ સુવિધા ન હોવાથી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે, જે અપ-ડાઉન કરતા લોકો માટે આશીર્વાદરૂપ બનશે. બીજી તરફ, રાજપીપળા ડેપોને કરાયેલી રજૂઆત સફળ થઈ છે. રાજુલા-રાજપીપળા નવી બસ બપોરે ૧૨ઃ૪૫ કલાકે રાજુલાથી ઉપડી મહુવા, ભાવનગર, તારાપુર ચોકડી, બોરસદ અને ડભોઈ થઈને રાજપીપળા પહોંચશે. આ નવીન સેવાથી સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત અને આદિવાસી પટ્ટા સાથે સીધું તેમજ સરળ જોડાણ મળ્યું છે.










































