વાંકીયા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ. જોષી અને અન્ય તબીબી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ૨૦થી વધુ ઘરોના ખુલ્લા ભાગોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા ૧૦૦થી વધુ ઘરોમાં રૂબરૂ જઈને તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ડેંગ્યુ અટકાવવા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સુપરવાઈઝર જી.ડી. ભગત દ્વારા આશા બહેનોને ડેંગ્યુ નિયંત્રણ
‘ડ્રાય ડે’ની ઉજવણી અને શાળાઓમાં આરોગ્ય શિક્ષણ આપવા અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.








































