ઉના શહેરની જસરાજ નગર સોસાયટીમાં ગઈકાલે ૧૮ મેની સાંજે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીમાં પોતાના ઘર પાસે રમી રહેલા એક માસૂમ બાળક પર અચાનક ત્રણ રખડતા શ્વાનોએ હિંસક હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકને જમીન પર પાડી દઈ આડેધડ બચકાં ભરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે માસૂમને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકની ચીસાચીસ સાંભળીને આજુબાજુના પડોશીઓ તાત્કાલિક લાકડીઓ લઈને દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાડ્યા હતા.







































