આઇસીસી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, અને આ વખતે ટુર્નામેન્ટ પહેલા કરતાં વધુ મોટી અને વધુ રોમાંચક બનવાની તૈયારીમાં છે. પહેલી વાર ૧૨ ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે. રસપ્રદ વાત એ છે કે, આ ટુર્નામેન્ટ જૂન-જુલાઈ દરમિયાન ક્રિકેટ હબ ગણાતા ઇંગ્લેન્ડમાં યોજાશે. ઘણી ટીમોએ તેમની ટીમોની જાહેરાત કરી છે, જ્યારે ત્રણ ટીમોની જાહેરાત હજુ બાકી છે. મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થશે. ઓપનિંગ મેચમાં, યજમાન ઇંગ્લેન્ડ બ‹મગહામના ઐતિહાસિક એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રીલંકાનો સામનો કરશે. આ ટુર્નામેન્ટમાં ૨૪ દિવસમાં ૩૩ મેચ રમાશે, જેની ફાઇનલ ૫ જુલાઈએ લોર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જે વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ ગ્રાઉન્ડ છે.
આ વર્ષે, ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એ માં ભારત, છ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નવોદિત નેધરલેન્ડનો સમાવેશ થાય છે. ગ્રુપ બી માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે. ટીમ ઇન્ડિયાએ તેની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સોફી મોલિનેક્સ છ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. ઇંગ્લેન્ડે નેટ સાયવર-બ્રન્ટને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. અમેલિયા કેર ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરશે. ફાતિમા સના પાકિસ્તાનનું નેતૃત્વ કરશે, જ્યારે લૌરા વોલ્વાર્ડટ દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે.
ગ્રુપ એ માં બધી છ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. જાકે, ગ્રુપ બી માં છ ટીમોમાંથી ત્રણ ટીમોની જાહેરાત હજુ બાકી છે. આયર્લેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝે હજુ સુધી તેમની ટીમની જાહેરાત કરી નથી. હવે બધાની નજર આ ત્રણ ટીમોના ખેલાડીઓ પર રહેશે.
ગ્રુપ છ ની ટીમોઃ
ભારતઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમીમાહ રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા, નંદિની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ.
ઓસ્ટ્રેલિયાઃ સોફી મોલિનેક્સ (કેપ્ટન), નિકોલા કેરી, એશલે ગાર્ડનર, કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સુધરલેન્ડ, જ્યોર્જિયા વોલ, જ્યોર્જિયા વેરહામ.
દક્ષિણ આફ્રિકાઃ લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાજમીન બ્રિટ્‌સ, નાદીન ડી ક્લાર્ક, અન્નેરી ડર્કસેન, શબનિમ ઈસ્માઈલ, સિનાલો જાફ્તા, મેરિઝાન કેપ્પ, અયાબોંગા ખાકા, સુને લુસ, કારાબો મેસો, નોનકુલુલેકો મ્લાબા, કાયલા રેનેકે, તુમી સેખને ચુનેર, તુમી સેકનેર.
બાંગ્લાદેશઃ નિગાર સુલ્તાના જાટી (કેપ્ટન), નાહિદા અખ્તર (વાઈસ-કેપ્ટન), શર્મિન અખ્તર સુપ્તા, શોભના મોસ્તારી, શોર્ના અખ્તર, રિતુ મોની, રાબેયા ખાન, ફાહિમા ખાતુન, ફારિહા ઈસ્લામ ત્રિસ્ના, મારુફા અખ્તર, શાંઝીદા અખ્તર મગલા, સુલતાના અખ્તર, તખલારા અખ્તર, ડી.
પાકિસ્તાનઃ ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, આયેશા ઝફર, ડાયના બેગ, આઈમાન ફાતિમા, ગુલ ફિરોઝા, ઇરમ જાવેદ, મુનીબા અલી સિદ્દીકી (વિકેટકીપર), નશરા સંધુ, નતાલિયા પરવેઝ, રમીન શમીમ, સાદિયા ઇકબાલ, સાયરા જાબીન, તસ્મિયા રૂબાબ અને તુબા હસન.વગેરે છે જયારે આયર્લેન્ડઃ હજુ જાહેરાત થવાની બાકી છે., શ્રીલંકાઃ હજુ જાહેરાત થવાની બાકી છે. વેસ્ટ ઇન્ડીઝઃ હજુ જાહેરાત થવાની બાકી છે.