જાફરાબાદ નજીક નાગેશ્રી પાસે આવેલા પ્રખ્યાત ‘મોમાઈ વડ’ ધામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજનો વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના આયોજનને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત પ્રતિનિધિઓને માતાજીની છબી અને ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા. રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ અને મોમાઈ વડ કમિટી દ્વારા આયોજિત આ પ્રસંગે સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.







































