અમરેલી જિલ્લાના લોકો માટે હર્ષ સાથે ગૌરવની ક્ષણ
સમાજસેવાના ભેખધારી અને વર્ષોથી વિવિધ સંસ્થાઓના માધ્યમથી માનવતાની મહેક ફેલાવનારા વસંતભાઈ મોવલિયાના પરિચયની કોઈ જરૂર નથી. વસંતભાઈ મોવલિયાની નિઃસ્વાર્થ સેવા, અતૂટ સમર્પણ અને લોકકલ્યાણના કાર્યોની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે. આ ગૌરવશાળી ક્ષણે ‘ધ આર્ટ ઓફ લિવિંગ‘ સંસ્થા દ્વારા તેમને પ્રતિષ્ઠિત “Unsung Everyday Heroes Award” થી સન્માનિત કરવામાં આવનાર છે, જે સમગ્ર અમરેલી જિલ્લા માટે અત્યંત હર્ષ અને ગૌરવની બાબત છે.આ રૂડા અવસરે વસંતભાઈ મોવલિયાના સેવાકીય ઉત્સાહને વધારવા અને તેમને અભિનંદન પાઠવવા માટે આપ સૌ નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ સમારોહની શોભામાં
અભિવૃધ્ધિ કરશે. આવતીકાલ સોમવાર, ૧૧ મે ૨૦૨૬ના રોજ રાત્રે ૯ઃ૧૫ કલાકે ચિત્તલ રોડ પર આવેલા પંચવટી પાર્ટી પ્લોટ ખાતે આ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા આપ સૌ સહપરિવાર પધારી આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ઉમેશ દુધાત અને આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.








































