ગોંડલ તાલુકામાં વર્ષ ૨૦૨૦માં બનેલી અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત મુજબ, ૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના સમયે પોતાના ઘર પાસે ઉભેલી સગીરાનું મોઢું દબાવી ચાર શખ્સો તેને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં ત્રણ શખ્સોએ સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે અન્ય એક શખ્સ ચોકીદારી કરી રહ્યો હતો. સગીરાની બૂમરાણ સાંભળીને પરિવારજનો દોડી આવતા એક આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ચકચારી કેસમાં સ્પેશિયલ જજ એચ. એ. ત્રિવેદીએ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે આરોપી જાકીર ઘાંચી, અલ્ફાજ ઘાડા અને ઉમેદ મકવાણાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરાયો છે.







































